જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ દ્વારા 161 તુલસીજી વિતરણનો કાર્યક્રમ
ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલી શ્રી હરીપર તાલુકા શાળા ખાતે તાજેતરમાં "એક બાળ, એક ઝાડ" કાર્યક્રમ અંતર્ગત હરીપર તાલુકા શાળા આયોજિત અને જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ - મુંબઈના ટ્રસ્ટી સપનાબેન કાનાણી પ્રાયોજિત 161 તુલસીજી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના દરેક બાળકો, આમંત્રિત મહેમાનો અને શાળા પરિવારના તમામ સભ્યોને તુલસીજીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કનુભાઈ નંદાણીયા,બી.આર.સી. કો-ઓ. પંકજભાઈ રાણા,સી.આર.સી. કો-ઓ. ભીમસીભાઈ ગોજીયા તેમજ શાળાના સ્થાપક વડિલ નેમચંદભાઈ મારુ, સરપંચ ગોગનભાઈ બાંભવા, હમીરભાઈ ડાંગર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા બાળકોને પ્રાસંગિક પ્રવચન તેમજ શિક્ષણ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તુલસીજી એક ઔષધીય વનસ્પતિ છે તેમજ તેના ગુણોની ચર્ચા બાળકો સાથે કરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કનુભાઈ નંદાણીયા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ખંભાળિયામાં અવિરત વરસાદ વરસતો હોવા છતાં પણ આ કાર્યક્રમમાં જોડાઈને શિક્ષણ વિભાગના અધિકારીઓએ બાળકને પ્રેરણા પુરી પાડી હતી.
શાળાના આચાર્ય છગનભાઈ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દિપેનભાઈ, રાજુભાઈ, શત્રુઘ્નભાઈ, કાળુભાઈ, પૂર્ણાબા તેમજ સપનાબેન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બાળક તુલસીના છોડ સાથેના કુંડા મેળવીને ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. બાળકો પર્યાવરણનું જતન કરે, જાળવણી કરે અને તેનું મહત્વ સમજે તે માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરપર્સન પ્રીતિબેન દોશી અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. દિલીપભાઈ અમલાણી દ્વારા સર્વેને પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech